feed-image

પાટણના રાધનપુરમાં ગાયનેકોલોજીસ્ટ શૈલૈષ ગજ્જર સોનોગ્રાફી કરીને લિંગ પરીક્ષણ કરતો હોવાના આક્ષેપો સાથે રાજસ્થાન પોલીસ અને આરોગ્ય વિભાગે તેની ધરપકડ કરી છે.

ઉત્તરાયણને આડે માત્ર બે દિવસ બાકી છે ત્યારે પતંગની દોરીથી ઇજા થવાના બનાવ સામે આવી રહ્યાં છે. પાટણના ચાણસ્મામાં બાઇક ચાલક પંતગની દોરીથી ઇજાગ્રસ્ત થતાં સારવાર માટે ખસેડાયો હતો.

પાટણના સમી તાલુકાના પાલીપુર ગામે સર્જાયેલ જૂથ અથડામણની ઘટનામાં આઠ લોકો ઘાયલ થયા હતા. આ અથડામણમાં ખાનગી ફાયરિંગના પગલે પાલીપુર ગામમાં ચૂસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે.

પાટણ અને સરસ્વતી તાલુકાના 19 જેટલા ખેડૂતોને એક્સિડેન્ટલ ડેથના વીમાની રકમ મળી નથી. જેથી પાટણ એપીએમસીમાં કિસાન કોંગ્રેસ મોરચાએ રજૂઆત કરી આવેદન આપ્યું હતું.

 

પાટણની ઇન્ડિયન બેંકમાં આવકવેરા વિભાગે તપાસ હાથ ધરી છે. નોટબંધી પછી એક વ્યક્તિએ અહીં આઠસો  જેટલા ખાતા ખોલ્યા હતા. જેમાં નોટબંધી બાદ ચારસો જેટલા ખાતાઓ ગ્રામજનોના નામે ખોલાવ્યા. આ ખાતામાં તે વ્યક્તિએ જૂની નોટો જમા કરાવી હતી. આ દરેક ખાતામાં અઢી લાખની નાણાકીય લેવડદેવડ કરાઇ છે. આવકવેરા વિભાગે આ અંગે તપાસ હાથ ધરી છે.

રાધનપુર મધ્યાહન ભોજન યોજનામાં ચાલતી ગેરરીતિ બાબતે પ્રભારી મંત્રીને લેખિત રજૂઆત કરાઇ હતી. પરંતુ આ બાબતે અધિકારીઓ દ્વારા કોઈ તપાસ કરવામા ન આવતા અરજદારે મીડિયા સમક્ષ રજૂઆત કરી હતી.

More Articles...

Sign up via our free email subscription service to receive notifications when new information is available.
{loadposition tab-1}
{loadposition tab-2}