feed-image

ખેડબ્રહ્મા તાલુકાના ખેરવા બોર્ડર પર ટ્રક પલટી જતા સર્જાયેલા અકસ્માતમાં સાત લોકોના મોત થયા હતા. જ્યારે 10થી વધુ લોકોને ઇજા પહોંચતા સારવાર માટે ખસેડાયા હતા.

6 મહિનાનો વનવાસ ભોગવી આજે ગુજરાતમાં રંગેચંગે એન્ટ્રી કરનારા હાર્દિકે હિંમતનગર પહોંચી રેલીને સંબોધન કર્યુ હતું. હાર્દિકે રેલીમાં હુંકાર કરતાં કહ્યું કે, અનામત તો લઈશું જ. નહીંતર ઝૂંટવીને લઈશું. આ ઉપરાંત તેણે પાટીદાર દમન મુદ્દે પાટીદારોને સંબોધીત કર્યા હતા.

હાર્દિક પટેલ ગુજરાત બોર્ડર સુધી આવી પહોંચ્યો હતો, ત્યારે પાટીદાર સમાજમાં તહેવારનો માહોલ જોવા મળી રહ્યો છે. શામળાજીના રંગપુર ખાતે મોટી સંખ્યામાં પાટીદારો ઉમટી પડ્યા હતા. અને જય સરદાર, જય પાટીદારના અને અનામત લેકે રહેંગેનાં નારા લગાવ્યા હતા.

આવતીકાલે ગુજરાતમાં હાર્દિક પટેલના પુનરાગમનને કારણે પાટીદાર સમાજ અને પાસ દ્વારા તડામાર તૈયારીઓ કરાઈ છે. પાસ નેતા હાર્દિક પટેલ અરવલ્લીના શામળાજીની રતનપુર બોર્ડરથી ગુજરાતમાં પ્રવેશ કરી સાબરકાંઠાના હિંમતનગર ખાતે પાટીદાર સમાજની વિશાળ હુંકાર સભાને સંબોધિત કરશે. રાજ્યનો કાયદો-વ્યવસ્થાની સ્થિતિ કથળે નહીં માટે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. ગુજરાતમાં હાર્દિકના પુનરાગમન અંગે જીતુ વાઘાણીએ કહ્યું કે, ગુજરાતના રાજકારણમાં કોઈ બદલાવ આવશે નહીં

હાર્દિક પટેલનું રતનપુર બોર્ડર ખાતે પાટીદારો દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું . હાર્દિક પણ ચાલુ ગાડીએ લોકોનું અભિવાદન ઝીલ્યું હતું.

અનામત આંદોલનકારી હાર્દિક પટેલ છ મહિના બાદ મંગળવારે ગુજરાતમાં રિ-એન્ટ્રી કરી છે. જેને લઈને પાટીદારોમાં ઉત્સાહ છે.અને હાર્દિકનું ભવ્ય સ્વાગત પણ થયું છે.

હિંમતનગર નગરપાલિકાના પૂર્વ પ્રમુખના પુત્ર સામે છેડતીની ફરીયાદ નોંધાઇ છે. પૂર્વ પ્રમુખ વિરમભાઇ દેસાઈના પુત્ર રવિ સામે આ ફરીયાદ દાખલ થઈ છે.

More Articles...

Sign up via our free email subscription service to receive notifications when new information is available.
{loadposition tab-1}
{loadposition tab-2}