feed-image

કેન્દ્ર સરકારે જાહેર કરેલી નોટબંધી અંગે સંસદથી સડક સુધી દેખાવો યોજતી કોંગ્રેસ હજુ પણ આક્રમક મુડમાં છે. તેમજ આજે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ આણંદ ખાતે જન વેદના સંમલેન યોજી નોટબંધી સંદર્ભેના પ્રત્યુત્તર ભાજપ પાસે માંગશે. આ સંમેલનમાં કોંગ્રેસના વરિષ્ઠ નેતા અહેમદ પટેલ અને ગુરૂદાસ કામત પણ ઉપસ્થિત રહેશે.

આણંદના વિદ્યાનગર ખાતે શાસ્ત્રી મેદાનમાં પ્રજાસત્તાક પર્વની ઉજવણી યોજાશે. ત્યારે તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ શરૂ કરી દવામાં આવી છે.

આણંદની બોરસદ નગરપાલિકાના અપક્ષ કાઉન્સિલર પ્રજ્ઞેશ પટેલ પર ફાયરિંગ કેસમાં  ચાર શાર્પશૂટરની એટીએસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. જેમાંતી એક રવિ પૂજારી ગેંગનો શૂટર છે.

આંકલાવના કોંગ્રેસના ધારાસભ્ય અમિત ચાવડાને ગેંગસ્ટર રવિ પૂજારીએ 10 કરોડ રૂપિયાની ખંડણી માંગી જાનથી મારી નાખવાની ધમકી આપી છે.

થોડા સમય અગાઉ બોરસદના કાઉન્સિલર પ્રજ્ઞેશ પટેલ પર હુમલો થયો એ ગુનામાં એટીએસ દ્વારા ત્રણ આરોપીની ધરપકડ કરી છે જે પૈકીનો સુરેશ પિલ્લય રવિ પૂજારી ગેંગનો હોવાનું સામે આવ્યું છે. હાલ તમામ આરોપીઓને  આણંદ પોલીસના હવાલે કરવામાં આવ્યા છે.

સરકાર ભલે દારુબંધીને લઈને નવો કડક કાયદો લાવી હોવાની વાતો કરતી હોય પરંતુ વધુ એક વખત રાજ્યમાં દારૂ બંધીનો ફિયાસ્કો થયો હોય તેમ લાગે છે. આણંદના આંકલાવમાંથી દારૂની પાર્ટી કરતા 11 નબીરાઓ ઝડપાયા છે.

આણંદની બોરસદ પાલિકાના અપક્ષ કાઉન્સિલર પ્રજ્ઞેશ પટેલ પર ચાર રાઉન્ડ ગોળીબાર કરવામાં આવ્યા હતા અને તેમને ગંભીર હાલતમાં વડોદરાની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

More Articles...

Sign up via our free email subscription service to receive notifications when new information is available.
{loadposition tab-1}
{loadposition tab-2}