feed-image

અરવલ્લીના મેઘરજના રેલવાડામાં દૂધ ઉત્પાદકો બેન્કની નબળી કામગીરીથી ત્રસ્ત થઈને રોષે ભરાયા હતા. કલાકો સુધી લાઈનમાં ઉભા રહેવા છતાં રોકડ ન મળતા લોકોએ હોબાળો મચાવ્યો હતો અને બેન્કે તાળાબંધી કરી હતી.

હાઈકોર્ટના આદેશ બાદ છ માસથી રાજ્ય બહાર રહેતો હાર્દિક પટેલ આવતીકાલે રાજ્યમાં પ્રવેશ કરશે. હાર્દિક પટેલને રાજસ્થાનથી ગુજરાતામાં પ્રવેશ કરતી વખતે તેનું ભવ્ય સ્વાગત કરવા માટે  મોટી સંખ્યામાં પાટીદારો ઉપસ્થિત રહી હાર્દિક પટેલનું ભવ્ય સ્વાગત કરનાર છે. ત્યારે તે સમયે કોઈ અનિચ્છનીય ઘટના ન બને અને કાયદો વ્યવસ્થા જળવાઈ રહે તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત મોટી સંખ્યામાં ખડકી દેવામાં આવ્યો છે.

અરવલ્લીના બાયડની મુલાકાતે આવેલા ભાજપ નેતા સુબ્રહ્મણ્યમ સ્વામીએ રાહુલ ગાંધી તેમજ નોટબંધી પર પ્રતિક્રિયા આપી હતી. જેમાં રાહુલ ગાંધી ઓછુ ભણેલા તેમજ તમામ પરીક્ષામાં ફેઈલ હોવાનો તેમણે આરોપ લગાવ્યો.

ગુજરાતનાં નાયબ મુખ્યપ્રધાન નિતિનભાઇ પટેલ આજે પોતાના પરીવાર સાથે યાત્રાધામ અંબાજી દર્શનાર્થે પહોંચ્યાં હતા. જ્યા તેમણે માં અંબાની સંધ્યા આરતીનો લાભ લીધો હતો.

અરવલ્લી મોડાસામાં વધી રહેલી ટ્રાફિકની સમસ્યાને કારણે દબાણ હટાવવાની ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. જે અતર્ગત ૩૦ જેટલા ગેરકાયદે દબાણો દૂર કરવામાં આવ્યા હતા.

અંબાજી ખાતે પોષ સુદ પુર્ણીમાની ઉજવણી માં અંબાના પ્રાગટ્યોત્વનો શુભારંભ કરી કરાઈ હતી. જેને કારણે અંબાજી મંદિરમાં યાત્રિકોનો વહેલી સવારથી જ ભારે ધસારો જોવા મળ્યો હતો.

More Articles...

Sign up via our free email subscription service to receive notifications when new information is available.
{loadposition tab-1}
{loadposition tab-2}