feed-image

ડીસાના ઢૂવા ગામે ચૂંટણી અદાવતમાં હુમલો થતાં સમગ્ર ગ્રામજનોમાં દહેશતનો માહોલ સર્જાયો છે. 15 થી 20 શખ્સોના ટોળાએ પટણી પરિવારો પર જીવલેણ હુમલો કર્યો હતો.

બનાસકાંઠાના દિયોદર ખાતે રેફરલ હોસ્પિટલ પડતી હાલાકીને લઈને ઠાકોર સેનાએ રેલી યોજીને રોષ વ્યક્ત કર્યો.

દિયોદરમાં આવેલ રેફરલ હોસ્પિટલ તબીબો અને સ્ટાફની ઘટના કારણે શોભાના ગાંઠિયા સમાન ભાસી રહ્યું છે. હોસ્પિટલ ઇન્ચાર્જ ડોકટરોના હવાલે આ હોસ્પિટલ ચાલી રહી છે. આ હોસ્પિટલમાં અતિ આધુનિક મશીનરી પણ છે. પરંતુ આ મશીનરી પણ ડોકટરો વગર  ધૂળ ખાઈ રહી છે. જેને લઈને લોકોમાં ભારે રોષ છે. તો બીજીતરફ બુધવારે સરદારપુરા ગામની મહિલાને ડિલીવર ઉપડતા હોસ્પિટલ લાવવામાં આવી. જોકે  એડમિટના કરતા મહિલાએ રેફરલ હોસ્પિટલની બહાર રીક્ષામાં જ બાળકને જન્મ આપ્યો હતો. પરંતુ સારવારના અભાવે બાળકનું મોત નિપજતા પરિવારજનોમાં રોષ જોવા મળ્યો હતો અને હવે તેઓએ રેલી યોજી છે.

નોટબંધીના બે માસ બાદ પણ ગ્રામિણ વિસ્તારોમાં ખેડૂતો અને પશુપાલકોની સ્થિતિ ખરાબ છે. ગામડાઓમાં રૂપિયા મેળવવા માટે હજુ પણ હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે ત્યારે ભાભર તાલુકાના બરવાળા ગામના પશુપાલકોને દૂધનો પગાર ન મળતા આજથી દૂધમંડળીમાં દૂધ ભરવાનું બંધ કરી દીધુ છે.

બનાસકાંઠાના દિયોદરના ચગવાડા ગામે આંજણા ચૌધરી સમાજના કુળગુરુ કિન્નારામજી મહારાજની પુણ્યતિથીની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં કિન્નારામજી મહારાજના ફાટા સામે દિપ પ્રાગટ્ય કરીને ફુલહાર દ્વારા શ્રદ્ધાસુમન અર્પણ કરવામાં આવ્યા હતા.

બનાસકાંઠાના ચંગવાડા ગામે એક કમકમાટી લાવી દે તેવો બનાવ પ્રકાશમાં આવ્યો છે. એક 4 વર્ષના મૂંગા બાળકને તેની સાવકી માતાએ ડામ આપતા ચકચાર મચી છે.માચીસ અને ગરમ વસ્તુ કરીને ડામ આપનાર સાવકી માતા સામે ચોતરફ ફિટકાર વરસી રહ્યો છે.  

નાણાના અભાવે લોકોન ધીરજ ખૂટી જતા હવે લોકોએ ધીરજ ખૂટી જતા હવે લોકોએ વિરોધના અલગ અલગ રસ્તા અપનાવ્યા છે બનાસકાંઠાના લવાણા ગામમાં લોકોએ બેંકની તાળાબંધી કરી હતી  તો મોરબીના ટંકારામાં પણ લોકોએ હોબાળો મચાવ્યો હતો. તો પોરંબદરમા લોકોએ  રામધૂન કરીને વિરોધ વ્યક્ત કર્યો હતો.

More Articles...

Sign up via our free email subscription service to receive notifications when new information is available.
{loadposition tab-1}
{loadposition tab-2}