feed-image

Top Stories

સમાજવાદી પક્ષના નેતા નરેશ અગ્રવાલે ભાજપમાં સામેલ થવાની વાતને ખોટી ગણાવી છે અને આવી ખોટી માહિતી આપવાના વિરોધમાં તેઓ માનહાનીનો કેસ કરશે તેવી પણ ચીમકી આપી છે. નરેશ અગ્રવાલે કહ્યું છે કે, તેઓ અખિલેશની સાથે જ છે અને તેમનો ધ્યેય યુપીમાં ભાજપને ખતમ કરવાનો છે. અગ્રવાલનું આ પ્રકારનું નિવેદન ન્યૂઝ એજન્સીની ખબર બાદ સામે આવ્યું.

ઉત્તરપ્રદેશમાં ચૂંટણીના ઢોલ વાગી રહ્યાં છે ત્યારે દરેક પક્ષ પોતાના ઉમેદવારોની યાદી જાહેર કરી રહ્યાં છે. તેવામાં જેમની ટિકિટ કપાઈ રહી છે કે જેમને અન્ય સ્થળની ટિકિટ આપવામાં આવી રહી છે તેવા નેતાઓ નારાજ થઈ ગયા છે.

જેએનયૂના વિદ્યાર્થી નજીબ અહેમદના અપહરણની વાત કરી પૈસાની માગ કરનારા શખ્સની ધરપકડ કરવામાં આવી છે. 19 વર્ષનો આ આરોપી બીએ સેકન્ડ યરનો વિદ્યાર્થી છે. આ પહેલાં આરોપી એક મર્ડર કેસમાં પણ જેલ જઈ ચુક્યો છે.

પાકિસ્તાનના ભૂતપૂર્વ રાષ્ટ્રપ્રમુખ પરવેઝ મુશર્રફ એક પબમાં બોલીવુડના ગીત દિલ્હીવાલી ગર્લફ્રેન્ડ છોડ-છાડ કે – પર નાચતા દેખાયા છે. અને મુશરર્ફનો આ વિડીયો સોશિયલ મીડિયા પર ખાસ્સો વાયરલ થઇ રહ્યો છે.

પાકિસ્તાનની સરકાર અને સેનાની ચીન સાથેની જુગલબંધીનો તેમના તાબા હેઠળના વિસ્તારના લોકો દ્વારા વિરોધ થઈ રહ્યો છે. લગભગ 46 અબજ ડોલરના ચીન-પાકિસ્તાન ઈકોનોમિક કોરિડોરના પ્રોજેક્ટનો વિરોધ હવે બલુચિસ્તાનથી આગળ વધીને સિંધમાં પહોંચ્યો છે.

દક્ષિણ કોરિયાના સાંસ્કૃતિક પ્રધાન ચો યુન સુનને ભ્રષ્ટાચારના આરોપમાં ફસાયેલા રાષ્ટ્રપ્રમુખ પાર્ક ગુએન હુયેનો વિરોધ કરવાવાળા કલાકારોને કાળી યાદીમાં નાંખવાના આરોપમાં ધરપકડ કરવામાં આવી છે.