પંજાબ સીએમ પ્રકાશસિંહ બાદલ પર જુત્તું ફેંકાયું

India

પંજાબના ભટિંડામાં ચૂંટણી પ્રચાર દરમ્યાન મુખ્યપ્રધાન પ્રકાશસિંહ બાદલ પર જુત્તું ફેંકવાની ઘટના બની છે.

 

પંજાબના મુખ્યપ્રધાન પ્રકાશસિંહ બાદલ પર ભટિંડા ખાતે જોડું ફેંકવામાં આવ્યું છે. જેના કારણે પ્રકાશસિંહ બાદલના ચશ્મા તૂટી ગયા છે. આ ઘટના તેમના વિધાનસભા મતવિસ્તાર લામ્બીના ખટ્ટાખેડા ગામે બની છે. મુખ્યપ્રધાન પ્રકાશસિંહ બાદલ ભટિંડાના લામ્બી ખાતે પ્રચાર અભિયાનના પ્રથમ દિવસે તેઓ પહોંચ્યા હતા.

લાલભાઈ ગામના ગરીબ રહેવાસીઓએ બાદલના ભાષણમાં હોબાળો મચાવ્યો હતો. આ લોકોનો આરોપ હતો કે તેમને ટોઈલેટ બનાવવા માટે ગ્રાન્ટ મળી નથી. પંજાબના મુખ્યપ્રધાન પ્રકાશસિંહ બાદલ લામ્બી બેઠક પરથી અને તેમના પુત્ર તથા રાજ્યના નાયબ મુખ્યપ્રધાન સુખબીરસિંહ બાદલ જલાલાબાદ બેઠક પરથી ચૂંટણી લડવાના છે.

89 વર્ષના પ્રકાશસિંહ બાદલનું શિરોમણિ અકાલી દળ નરેન્દ્ર મોદીની આગેવાનીવાળી કેન્દ્ર સરકારમાં સામેલ છે. લામ્બી ખાતેના પ્રચાર અભિયાનમાં તેમણે કોંગ્રેસ પર ચૂંટણી ઢંઢેરાનો એકપણ વાયદો પુરો નહીં કરવાનો આરોપ લગાવ્યો છે. બાદલ લુમ્બી મતવિસ્તાર હેઠળના ગામડાના લોકોના દિલ જીતવાની કોશિશ કરી રહ્યા હતા.

BLOG COMMENTS POWERED BY DISQUS
Sign up via our free email subscription service to receive notifications when new information is available.
{loadposition tab-1}
{loadposition tab-2}