મનીષ સિસોદીયાના નિવેદન બાદ કેજરીવાલે કહ્યું હું દિલ્હી છોડીને ક્યાય નહિ જાઉં

India

પંજાબ વિધાનસભાની ચૂંટણીને લઈને આપના નેતા અને દિલ્હીના નાયબ મુખ્યપ્રધાન મનીષ સિસોદીયાએ વિવાદિત નિવેદન આપ્યું હતું. ત્યારબાદ ગરમાયેલા રાજકારણમાં કેજરીવાલે કહ્યું છે જે તે દિલ્હી છોડીને ક્યાય નહિ જાય.

 

પંજાબ વિધાનસભાની ચૂંટણીમાં દમખમ દેખાડવા ઉતરેલી આમ આદમી પાર્ટીના વરિષ્ઠ નેતા અને દિલ્હીના નાયબ મુખ્યપ્રધાન મનીષ સિસોદીયાએ સોમવારે એક મોટું નિવેદન આપ્યું હતું. સિસોદીયાના નિવેદન બાદ પંજાબના રાજકારણમાં હલચલ મચી ગઈ છે. આ મામલે વિવાદ વધતો જોઈને દિલ્હીના મુખ્યપ્રધાન અને આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલે જણાવ્યું છે કે તેઓ દિલ્હી છોડીને ક્યાંય જઈ રહ્યા નથી. તેઓ દિલ્હીના મુખ્યપ્રધાન છે અને આ પદ પર તેઓ રહેવાના છે.

કેજરીવાલે કહ્યુ છે કે તેઓ પંજાબના મુખ્યપ્રધાન બની શકે નહીં. તેઓ દિલ્હીના લોકોને સમર્પિત છે. દિલ્હીના લોકોએ તેમને વોટ આપ્યો છે. એક ચૂંટણી સભાને સંબોધિત કરતા કેજરીવાલે પંજાબના વોટરોને કહ્યુ છે કે તેઓ જ્યારે પણ વોટ આપે  ત્યારે તેમનો ચહેરો યાદ રાખે.

દિલ્હીના મુખ્યપ્રધાને કહ્યુ છે કે એક-એક વાયદો પુરો કરવાની જવાબદારી તેમની છે. મહત્વપૂર્ણ છે કે સોમવારે મોહાલી ખાતેની સભામાં મનીષ સિસોદિયાએ ક્હ્યુ હતુ કે પંજાબના મતદાતા એમ માનીને ચાલે કે કેજરીવાલને મુખ્યપ્રધાન બનાવવાના છે.

BLOG COMMENTS POWERED BY DISQUS
Sign up via our free email subscription service to receive notifications when new information is available.
{loadposition tab-1}
{loadposition tab-2}