PM મોદીને રાહત, સુપ્રીમ કોર્ટે સહારા-બિરલા ડાયરી મામલે તપાસની માંગ ફગાવી

India

સુપ્રીમ કોર્ટે સહારા-બિડલા ડાયરી મામલામાં તપાસ કરાવવાની માંગ કરતી એક અરજી બુધવારે ફગાવી દીધી હતી. સુપ્રીમ કોર્ટે વકીલ પ્રશાંથ ભૂષણ દ્વારા દાખલ અરજી પર સુનાવણી કરતા કહ્યું કે, અરજીકર્તાની તપાસની માંગ ફગાવવામાં આવે છે. સુપ્રીમ કોર્ટે એમ પણ કહ્યું કે, આ મામલામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અન્ય સામે તપાસ કરવા માટે જરૂરી પુરાવા નથી.

પ્રશાંત ભૂષણે પોતાની અરજીના સમર્થનમાં કેટલાક દસ્તાવેજ પણ સુપ્રીમ કોર્ટને સોંપ્યા હતા. જો કે, સુપ્રીમ કોર્ટે એ દસ્તાવેજાનો જોયા બાદ સ્પષ્ટ કહ્યું કે, આ દસ્તાવેજોના આધાર પર તપાસના આદેશ ન આપી શકાય. સુપ્રીમ કોર્ટે કહ્યું કે, અમાન્ય સામગ્રીઓના આધાર પર તપાસનો આદેશ ન આપી શકાય. રાજકીય લક્ષ્યોની પૂર્તિ માટે કાનૂની પ્રક્રિયાનો દુરુપયોગ ન કરી શકાય. કોર્ટે અરજીને મેરિટના લાયક ન સમજયું અને કહ્યું કે, ભૂષણ દ્વારા રજૂ કરવામાં આવેલા કાગળ તપાસ માટે પર્યાપ્ત નથી.

BLOG COMMENTS POWERED BY DISQUS

Related News

Sign up via our free email subscription service to receive notifications when new information is available.
{loadposition tab-1}
{loadposition tab-2}