feed-image

Top Stories

વિરાટ કોહલીએ ઇંગ્લેન્ડ સામે 2-1થી વન ડે સિરીઝ જીતી પોતાની કપ્તાનની ઇનિંગ્સની સફળ શરૂઆત કરી છે ત્યારે અચાનક કપ્તાની છોડનાર મહેન્દ્ર સિંહ ધોની કોહલીની કપ્તાનીથી ઘણો પ્રભાવિત થયો છે. ધોનીએ ઇંગ્લેન્ડ સામે ભારતના શ્રેણી વિજય બાદ ખુશીમાં કોહલીને એક ખાસ ભેટ પણ આપી હતી.

ભારતીય ટેનિસ દિગ્ગજ લિએન્ડર પેસ અને સ્વિસ ખેલાડી માર્ટિના હિંગિસની જોડી ઓસ્ટ્રેલિયા ઓપનની ક્વાર્ટર ફાઇનલમાં પહોંચી છે.

ન્યૂઝીલેન્ડે બાંગ્લાદેશ સામે હેગલે ઓવલ મેદાન પર રમાયેલી બીજી ટેસ્ટ મેચના ચોથા દિવસે સોમવારે બાંગ્લાદેશને નવ વિકેટથી હાર આપીહતી. આ જીત સાથે ન્યૂઝીલેન્ડે બે ટેસ્ટ મેચની સિરીઝ 2-0થી પોતાના નામે કરી હતી.

ભારતે ઇંગ્લેન્ડ સામે 26 જાન્યુઆરીથી શરૂ થનાર ટ્વેન્ટી-20 સિરીઝ માટે બે દિગ્ગજ ઓલરાઉન્ડરોને આરામ આપ્યો છે. 

ઇંગ્લેન્ડ સામે કોલકાતાના ઇડન ગાર્ડનમાં રમાયેલી અંતિમ અને છેલ્લી વન ડેમાં અંતિમ ક્ષણો સુધી જીત માટે પ્રયાસ કરી રહેલા કેદાર જાદવે મેચને લઇને ખુલાસો કરતા કહ્યું કે, જો અમે આ મેચ જીતી જતા તો મને ઘણો આનંદ થાત. મહત્વનું છે કે, આ મેચમાં જાદવે 78 બોલમાં 12 ચોગ્ગા અને 1 છગ્ગાની મદદથી 90 રન બનાવ્યા હતા.

ઇંગ્લેન્ડ સામે ગઇકાલે રમાયેલી અંતિમ વન ડે મેચમાં છેલ્લી ક્ષણોમાં ટીમ ઇન્ડિયાને સહારો આપનાર કેદાર જાદવની ચોમેર પ્રશંસા થવા લાગી છે ત્યારે કપ્તાન વિરાટ કોહલીએ પણ કેદાર જાદવની બેટિંથી ખુશ થઇ તેના ભરપેટ વખાણ કર્યા હતા.

આઇસીસી દ્વારા આયોજિત ડેજર્ટ ટ્વેન્ટી-20 ટૂર્નામેન્ટમાં અફઘાનિસ્તાન ક્રિકેટ ટીમના સ્ટાર બેટસમેન મોહમ્મદ શહેજાદે એક જ દિવસમાં રમાયેલી બે અલગ-અલગ મેચમાં બે વખત અર્ધ સદી ફટકરી એક નવો વર્લ્ડ રેકોર્ડ પોતાના નામે કર્યો હતો.

ભારતની મહિલા બેડમિન્ટન ખેલાડી સાઇના નહેવાલે આ વર્ષનો પોતાનો પ્રથમ ખિતાબ જીત્યો છે. સાઇનાએ રવિવારે મલેશિયા માસ્ટર્સ ગ્રાં પ્રી ટૂર્નામેન્ટનો ખિતાબ હાંસલ કર્યો હતો.

કોલકત્તાના ઈડન ગાર્ડન ખાતે સીરીઝની ત્રીજી અને અંતિમ વન-ડેમાં ઈંગ્લેન્ડના  આક્રમક 322 રનનો પીછો કરવા ઉતરેલી ભારતીય ટીમે હારનો સામનો કરવો પડ્યો છે. ઈંગ્લેન્ડ વિરુદ્ધ રોમાંચક મેચમાં કેદાર જાધવની 90 રનની સંઘર્ષપૂર્ણ ઈનિંગથી ભારત મજબૂત સ્થિતિમાં આવ્યું હતું. પરંતુ છેલ્લી ઓવરમાં ભારતને 16 રન જીતવાની જરૂર હતી ત્યારે કોઈ ચમત્કાર ન સર્જાતા ઈંગ્લેન્ડ વિરુદ્ધ છેલ્લી મેચમાં ભારતને પરાજય સહન કરવો પડ્યો હતો. આ સાથે ભારત 2-1થી શ્રેણી જીતી ગયુ છે. તેમજ 3-0થી શ્રેણી જીતવાનું કેપ્ટન કોહલીનું સપનું રોળાઈ ગયુ છે.

ભલે મહેન્દ્રસિંહ ધોનીએ ભારતીય ટીમની કપ્તાની છોડી હોય પરંતુ, ટીમમાં તે આજે પણ સક્રિય ભૂમિકા નિભાવી રહ્યો છે. ઇંગ્લેન્ડ સામે કાલે રમાનાર ત્રીજી અને અંતિમ વન ડે મેચ પહેલા પિચનું નિરીક્ષણ સહિત કપ્તાનીનું તમામ કામ ધોનીએ કર્યું હતું. ભારતીય ટીમે શનિવારે વૈકલ્પિક અભ્યાસ સત્રમાં ભાગ લીધો હતો અને કોહલીની જગ્યાએ ધોનીએ કપ્તાનીના તમામ કામ કર્યા હતા.